મોરબી શહેર જિલ્લાના આહીર સમાજ દ્વારા વડાપ્રધાનને લખાયા પોસ્ટ કાર્ડ મોરબી : ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ શરૂ કરવા માટે દેશવ્યાપી પોસ્ટકાર્ડ અભિયાન ચાલી રહીયું છે તેના ભાગરૂપે મોરબી ખાતે પણ શહેર જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજ દ્વારા પોસ્ટકાર્ડ લખવા ઝુંબેશરૂપે આયોજન કરાયું હતું. મોરબી જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજ દ્વારા આહીર સમાજ વાડી ખાતે આહીર રેજીમેન્ટ માટે મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા અને પોસ્ટકાર્ડ અભીયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. વધુમાં આહીર સમાજ વાડી નવલખીરોડ ખાતે આહીર સમાજ ના યુવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપીને અભિયાન રૂપી આંદોલન આગળ ધપાવ્યુ હતુ, સાથે - સાથે મોરબી જિલ્લાના ગામડે - ગામડેથી આહીર યુવાનો પણ જુસ્સાભેર આ અભિયાનમાં જોડાયા હતા.