મોરબી : આજે બપોરે મોરબીના નવલખીરોડ પર સેન્ટમેરી સ્કૂલ નજીક એક મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડે આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જાણવા મળ્યા મુજબ મોરબીના નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ નજીક એક કોમ્પ્લેક્સમાં વર્ષોથી ફિટ કરાયેલ મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જો કે મોબાઈલ ટાવર આગાસીમાં ઉંચાઈ પર હોય આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને ખાસી જહેમત ઉઠાવી પડી હતી.