આગથી સીસીટીવી કેમેરાની દુકાનમાં લાખોનું નુકશાન મોરબી:મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જૈન દેરાસરવાળી શેરીમાં આવેલ શ્રીજી કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગતા સીસી ટીવી કેમરાની દુકાનમાં લાખોની નુકશાનીની વિગતો બહાર આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા રોડ ઉપર વોડાફોન શોરૂમ સામે જૈન દેરાસરવાળી શેરીમાં આવેલ શ્રીજી કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુજવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. વધુમાં આ આગની ઘટના શ્રીજી કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા મળે આવેલ સીસીટીવી કેમેરાની દુકાનમાં લાગી હોવાનું અને ધુમાડાના ગોટે-ગોટા વચ્ચે આગ ના કારણે લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે. દુકાન માલિકના જણાવ્યા મુજબ હજુ ગઈકાલે જ દુકાનમાં 200 સીસીટીવી કેમેરા મંગાવીને રાખવામાં આવ્યા હતા અને બપોરે દુકાન માલિક જમવા ગયા બાદ કોઈપણ કારણોસર આગ લાગતા લાખો રૂપિયા કેમેરા સળગીને ખાખ થઈ ગયા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9837,9838,9839,9840,9841']