મોરબી :આમ આદમી પાર્ટીના નેતા અને મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયાનું ફેસબુક પેજ હેકર દ્વારા હેક કરી નાખવા મા આવ્યુ છે, જેથી લગતા વળગતા ને જાણ કરવા મા આવે છે કે કોઈ સાથે કોઈ પણ પ્રકાર ની લેતી દેતી આ પેજ પર થી મેસેજ આવે તો કરવી નહી. આ સાથે જ પંકજભાઈ રાણસરીયા દ્વારા તમામ નાગરિકોને પોતાના સોશીયલ એકાઉન્ટમા સિકયુરિટી પેટે વેરીફીકેશન વધારવા અપીલ કરી હેકરોથી બચવા અનુરોધ કરી આવા સંજોગોમાં સાયબર ક્રાઇમ પોલીસનો કોન્ટેક્ટ કરવા અનુરોધ કરાયો છે.