મોરબી : તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી DYSOની (ડેપ્યુટી સેક્સન ઓફિસર) પરીક્ષામાં બિલિયા ગામના જયદીપ કાંતિલાલ ગામી ઉત્તીર્ણ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ છે. DYSO (ડેપ્યુટી સેક્શન ઓફિસર)ની પ્રમાણમાં અઘરી મનાતી પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થઈ જયદીપભાઈએ ગામનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ગામ સમસ્ત તેમજ પાટીદાર સમાજનું ગૌરવ વધારનાર જયદીપભાઈ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે.