મોરબી : મોરબી તાલુકાના વિજયનગર ગામમાં રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. વિજયનગર ગામમાં રહેતા જેઠાભાઇ અંબાલીયાની પુત્રી રમીલાબેને ગઈકાલે તા. 19ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. બાદમાં રમીલાબેનના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.