મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક યુનિટમાં કામ કરતી વખતે દુપટ્ટો મશીનમાં ફસાઇ જવાથી યુવતીને સારવારમાં ખસેડાઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે મોરબીના લખધીરપુર રોડ ઉપરના ઓરકેન સીરામીકના કારખાનામાં કામ કરતી વખતે શબાનાબેન રઈસખાન બિન (ઉ.વ. 19)નો દુપટ્ટો મશીનમાં ફસાઇ ગયો હતો. જેથી, શબાનાબેનને ગળેટૂંપો આવી ગયો હતો. બાદમાં તેમને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હોવાનું જાણવા મળેલ છે.