મોરબી : મૂળ હરીયાણાના ભીવાની જિલ્લાના તોસામ તાલુકાના માનધન ગામના વતની હાલ મોરબીના વીસીપરામાં યમુનાનગરમાં રહેતા સોનુકુમાર લીલુરામ લાંબા ગત તા. 19ના રોજ 'હું કપડાનું માર્કેટીંગ કરવા માટે જાવ છું.' તેમ કહી ઘરેથી નીકળી ગયેલ હતા. પરંતુ સમયસર પરત ઘરે ન આવતા તેમના પત્ની રીતુબેનએ ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આથી, હાલ પોલીસ ગુમશુદા સોનુકુમારની શોધખોળ કરી રહી છે.