મોરબી : મોરબી શહેરમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીની સોની બજાર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મીલનભાઇ પ્રાણજીવનભાઇ રાણપરાએ ગઈકાલે તા. 19ના રોજ વાઘપર ગામે કોઇ અગમ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો છે. આથી, તેમનું મૃત્યુ થયું છે. પોલીસ દ્વારા આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.