પાલીતાણાના જાણીતા કલાકાર મોહિત બારોટના સથવારે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી ખાતે રાત્રે 8:45 કલાકે વિશેષ કાર્યક્રમ યોજાશેમોરબી : ભૌતિક સુખ સગવડો છોડીને આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરવું એ અત્યંત કઠિન છે, ત્યારે મોરબીની એક ઉચ્ચ શિક્ષિત દીકરીએ 24 વર્ષની નાની વયે જૈન દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે. મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ચંદ્રકાંત સંઘાણીના પૌત્રી અને દિવ્યેશભાઈ સુપુત્રી કૃતિકુમારીએ બેચલર ઓફ સાયન્સ (B.Sc.) સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. આમ છતાં, તેમણે સંસારની મોહમાયા ત્યજીને પ્રભુ મહાવીરના માર્ગે ચાલવાનો અનેરો નિર્ણય લીધો છે.કૃતિકુમારી સંઘાણી આગામી તારીખ 25-06-2026 ના રોજ આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રવ્રજ્યાના પંથે જવા માટે સમસ્ત સંઘાણી પરિવાર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દરબારગઢ, મોરબીની સહર્ષ સંમતિ મળતા દીક્ષાર્થી કૃતિકુમારીના હર્ષનો પાર રહ્યો નથી.દીક્ષાર્થી અને દીક્ષા મુહૂર્તના વધામણાં માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળ, પાર્શ્વ મંડળ, મહિલા મંડળ તથા મહિલા સામાયિક મંડળ દ્વારા 'અલખ જગતની યાત્રા - શ્રમણ પરિવારની વાર્તા' અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16-05-2026, શનિવારના રોજ રાત્રે 8:45 કલાકે બેંક ઓફ બરોડા સામે આવેલી દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, મોરબી ખાતે આ સંગીતમય કાર્યક્રમ યોજાશે. જેમાં પાલીતાણાના સુપ્રસિદ્ધ કલાકાર મોહિત બારોટ અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહીને સંગીતની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર તરીકે ધર્મનાથ જૈન મિત્ર મંડળ, પાર્શ્વ મંડળ, જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ઘોઘાણી પરિવાર, સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર (હસ્તે મેહુલભાઈ દોશી), ભાનુબેન રવિચંદભાઈ શેઠ પરિવાર (માળીયાવાળા), બળવંતરાય કેશવજીભાઈ મહેતા પરિવાર અને જયસુખભાઈ અમૃતલાલ સંઘવી પરિવાર (ભવ્ય ઓટો - જેમના તરફથી 17 મેના રોજ નવકારશી સંઘ જમણ પણ રાખેલ છે) એ લાભ લીધો છે.આ રૂડા પ્રસંગે મોરબી સમસ્ત જૈન સંઘોના ભાઈઓ-બહેનો અને યુવાનોને પધારવા માટે આયોજકો દ્વારા આગ્રહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JainDiksha #Jainism #Diksharthi #KrutikumariSanghani #MorbiNews #JainSangh