મોરબી: લગ્નની 18મી વર્ષગાંઠે એક દંપતીએ સ્મશાનમાં ચીતામાં હવા ફેંકવાનું બ્લોઅર અર્પણ કરીને મેરેજ એનિવર્સરીની અનોખી ઉજવણી કરી હતી. લગ્નની 18મી વર્ષગાંઠ ની ધામધૂમથી ઉજવણી કરવાને બદલે હરેશભાઈ આણંદજીભાઈ કાંજીયા અને પાયલબેને શકત શનાળા ગામના સ્મશાનમાં હવા બ્લોઅર કરવાનું બ્લોઅર અર્પણ કર્યું હતું. આ મશીન લાકડા દ્વારા અપાતા અગ્નિદાહ સમયે ચિતામાં ઝડપભેર અગ્નિ પ્રગટ કરવા અને બ્લોઅરના ઉપયોગથી લાકડાનો વપરાશ પણ ઘટતો હોય આ દંપતિ દ્વારા ઉમદા વિચાર સાથે મુક્તિધામને ઉપયોગી બની લગ્નગ્રંથીથી જોડવાની તારીખને યાદગાર બનાવી છે.