પતિ સાથે ઝઘડો થતા ઘરેથી નીકળી ગયા બાદ અભયમની ટીમે કાઉસેલીગ કરી પતિ સાથે મેળાપ કરાવતા મહિલાની જિંદગી રોળાતા બચી મોરબી : મોરબીમાં એક મહિલા પતિ સાથે ઝઘડો થતા ઘરેથી નીકળી ગયા બાદ ભૂલી પડી ગઈ હતી. આ બાબત ધ્યાને આવતા મોરબી 181 અભયમની ટીમને ધ્યાને આવ્યું હતું. આથી 181 અભયમ ટીમે આ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેના પરિવારજનોની સાચી વિગતો મેળવાને તેના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું હતું. 181 અભયમ ટીમની સતર્કતાથી મહિલાની જિંદગી રોળાતા બચી હતી. મોરબી 181 અભયમ ટીમને એક મહિલા ભૂલી પડી ગઈ હોવાની જાણ થતાં ત્યાં દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. અભયમની ટીમે સ્થળ ઉપર મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું પણ શરૂઆતમાં આ મહિલા કઈ જણાવતા ન હતા. પોતે મોરબી નજીક એક સીરામીક ફેકટરીમાં પતિ સાથે રહેતા હોવાનું જણાવતા હતા પરંતુ તેમના પતિના નામ સરનામની સ્પષ્ટ વિગતો ન મળતા અભયમની ટીમે મહિલાને સમજાવીને પૂછપરછ કરી હતી. જેથી મહિલાએ સરતાનપર રોડ પર બે ત્રણ ફેકટરીના નામ જણાવતા અભયમની ટીમે સરતાનપર રોડ ઉપર જઈને આ અંગે સઘન તપાસ કરીને મહિલના પતિને શોધી કાઢ્યો હતો. જો કે પતિએ અભયમની ટીમને તેમની પત્ની ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી ગઈ હોવાનું અને તેને શોધખોળ કરતો હતો. આથી અભયમ ટીમે બન્ને પતિપત્નીનું સુખદ મિલન કરાવ્યું હતું.