મોરબી : મોરબીમાં દિયરના પત્ની સાથે ચાલતા ઝઘડા મામલે દિયરના સસરિયાઓએ તેની ભાભીને માર માર્યો હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.બી ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચાર શખસો સામે હુમલો કર્યાના ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્ક શેરી નંબર 2 માં રહેતા ભગવતીબેન હરેશભાઇ ખડોધરા ઉ.વ.35 નામની મહિલાએ તેના દિયરના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા સાસરિયા શારદાબેન મનસુખભાઇ શુક્લ, નિરૂબેન દિનેશભાઇ શુક્લ, દિનેશભાઇ ગાંડુભાઈ શુક્લ અને જયંતીભાઈ ગાંડુભાઈ શુક્લ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિયર તેની પત્નીને હેરાન કરતો હોવાથી આરોપીઓ આ બાબતે ફરિયાદી મહિલા સાથે બોલાચાલી કરી હતી અને આરોપીઓએ કહ્યું હતું કે મારી દીકરીનો તે સબંધ કરાવ્યો છે.અને તારો દિયર અમારી દીકરીને કેમ હેરાન કરે છે તેમ કહી આરોપીઓએ મહિલાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne