મોરબી : મોરબીના નવાગામના વતની નીતાબેન ધર્મેન્દ્રભાઈ દેત્રોજાએ તેમના 44માં જન્મદિવસની ઉજવણી અબોલ જીવોની ભૂખ મિટાવીને કરી હતી. જે માટે તેમણે રફળેશ્વર ખાતે આવેલ ગૌશાળામાં રૂ. 20 હજારની કિંમતની 15 ગુણી ખોળનું દાન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે નીતાબેનએ દર મહિનાની પૂનમે ગાયો માટે ખોળનું દાન આપવાનો નિયમ બનાવ્યો છે અને તેના ભાગરૂપે તેઓ દર પૂનમે 15 ગુણી ખોળનું દાન કરે છે.