મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે કડાકા ભડાકા સાથે વીજળી થઈ રહી હતી ત્યારે અચાનક આકાશી વીજળી પડવાના કારણે મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા એક મહિલાને ઈજાઓ થઈ હતી. જેથી, તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે બપોર પછી પલટો આવ્યો હતો. અચાનક જ આકાશી વીજળીઓ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને આકાશમાંથી કરા પડ્યા હતા. તેમજ મોરબીમાં રાત્રે વરસાદ શરૂ થયો તે સમયે મોરબીના રેલવે સ્ટેશન પાસે આકાશી વીજળી પડી હતી. જેના કારણે મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા રસીલાબેન અજીતખાન કોરમ (ઉ. વ. ૪૦)ને ઈજા થઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628