મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી પાસે મફતીયા પરામાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળી આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. આ બનાવનજ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી પાસે મફતીયા પરામાં રહેતા લીલાબેન જેઠાભાઇ જીતીયા (ઉ.વ. ૪૨) નામના મહિલા ગઈકાલે તા.૧૬ ના રોજ પોતાના ઘરે ગળેફાસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.