જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું : જિલ્લાના પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે ઉપસ્થિત સૌ સંકલ્પબદ્ધ બન્યા મોરબી : મોરબી બી.આર.સી.ભવન ખાતે ગઈકાલ તારીખ 6ને મંગળવારે શૈક્ષણિક બ્લોક મીટીંગમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ સાહેબના જન્મ દિવસની વિશિષ્ટ અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ગત તા.6 ઓગસ્ટના રોજ મોરબીના બી.આર.સી.ભવન ખાતે મોરબીના યુવાન અને સકારાત્મક વિચારધારા ધરાવતા એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખના જન્મ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણપ્રેમી મયુર એસ.પારેખ દ્વારા સરકારના 'એક બાળ ,એક ઝાડ' અભિયાન અંતર્ગત 70માં વન મહોત્સવ અન્વયે તેમના હસ્તે તેમજ ઉપસ્થિત સૌ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે મોરબી ગ્રીન આર્મી ટીમના સદસ્યો હિતેષભાઈ પાંચોટિયા તેમજ રમીજભાઈ હિંગોરજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને ગ્રીન આર્મીની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો. મયુર પારેખ દ્વારા ઉપસ્થિત સૌને જળસંચય અભિયાન અંતર્ગત જળસંચયનો સંકલ્પ પણ લેવાડાવવામાં આવ્યો હતો અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વનમહોત્સવ, જળસંચય અભિયાન, જિલ્લાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા સુધાર, ઓનલાઈન હાજરી, પિરિયોડિકલ ટેસ્ટ, ઓનલાઈન ડેટા એન્ટ્રી તેમજ અન્ય શૈક્ષણિક તેમજ વહીવટી બાબતોનું માર્ગદર્શન આપી પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધાર બાબતે મોરબી જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે તે માટે વિશ્વાસ વ્યક્ત કરી સૌને સંકલ્પબધ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવા, પૂર્વ મહામંત્રી ઈસુબભાઈ પરમાર, વિરમભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાનો સમગ્ર સ્ટાફ, જિલ્લાના તમામ ટી.પી.ઈ.ઓ,તમામ બી.આર.સી. અને સી.આર.સી. કો.ઓ, કેળવણી નિરીક્ષકો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સમગ્ર સ્ટાફ,એસ.એસ.એ. કચેરીનો સ્ટાફ, ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો તેમજ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં. મોરબી જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા અને તેમની ટીમ દ્વારા મયુરભાઈને મોમેન્ટો આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કો.ઓડીનેટર અને તમામ તાલુકાના ઘટક સંઘની ટીમે મયુર પારેખને મોમેન્ટો આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કેક પણ કાપવામાં આવ્યું હતું. મયુર પારેખના જન્મદિવસની નિમિતે સૌ જિલ્લાના પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.પોતાના જન્મદિવસની ખુશાલી પ્રસંગે મયુર પારેખ દ્વારા ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મોરબી બી.આર.સી.કો.ઓર્ડિ. સંદીપભાઈ આદ્રોજા અને બી.આર.સી. ભવનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne