મોરબી : મોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. શાળામાં જે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેને શાળા તરફથી બર્થ ડે કાર્ડ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને ચોકલેટ વહેંચવાને બદલે ફૂલ છોડના રોપા લઈ આવે છે અને તેના નામથી શાળામાં રોપાનું વાવેતર કરવામાં આવે છે.ગઈકાલે 6 જુલાઈના રોજ બાલવાટિકાની વિદ્યાર્થીની જેન્સી જગદીશભાઈ ડાભીનો જન્મદિવસ હોય તેના હસ્તે શાળામાં ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું શાળાના આચાર્ય જે. જે. બાવરવાએ જણાવ્યું હતું.