ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના વિરાટનગર ગામ પાસે આવેલ એન્ટીકા સિરામિક કારખાને આવેલ કેન્ટીનમા પાણીની બોટલ બાબતે વેપારી ઉપર ટ્રક ચાલકે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વેપારીએ ટ્રક ચાલક સામે હુમલો કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારમારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ દર્પણ સોસાયટી શિવમ પેલેસ બ્લોક નં. ૫૦૨માં રહેતા વેપારી જીતેન્દ્રભાઇ હરજીવનભાઇ કુંડારીયા (ઉ.વ.42) એ ટાટા - 407 ટ્રક નં.જીજે 04-ફોર ટી 7817ના ચાલક મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.4 ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે વિરાટનગર ગામ પાસે આવેલ એન્ટીકા સિરામિક કારખાને આરોપી સાહેદ મહેશભાઇ હોથી સાથે કારખાનાની કેન્ટીનમા પાણીની બોટલ બાબતે બોલાચાલી કરતા આ વખતે ફરીયાદી વચ્ચે પડતા આરોપીના હાથમા રહેલ લાકડાનો ધોકો આડેધડ ફેરવાતા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા માથાના ભાગે ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા આગળની તપાસ મોરબી તાલુકા પોલીસના એ.એસ.આઇ આર.બી.વ્યાસ ચાલવી રહ્યા છે.