મોરબી: સ્વામિનારાયણ ગુરુકુલમાં આજે ભારે હૈયે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને આ આંતકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢીને હવે ભારત સરકાર આતંકી હુમલા સામે કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ કરવામાં આવી હતી. મોરબી : મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાશ્મીરના પુલાવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાધજલી આપવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં સંતો અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.સાથોસાથ આ હુમલાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી છાશવારે થતા આંતકી હુમલા સામે ભારત સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en