મોરબી : ઉત્તરપ્રદેશના લખિમપુર ખાતે આંદોલન કરી રહેલા ચાર ખેડુતોના મોત નિપજ્યા હતા ત્યારબાદ વિરોધ વધુ ઉગ્ર બનતા આગજની ઘટનાઓ સાથે સંઘર્ષમાં અત્યાર સુધીમાં 9 વ્યક્તિઓના મુત્યુ થયા છે આ અમાનવિય ક્રુત્ય સામે વિરોધ નોંધવા તથા શહીદ ખેડુતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી મોરબીએ નગરપાલિકા પાસે આવેલ શહીદ ભગતસિંહજીની પ્રતિમા પાસે કેન્ડલ જલાવી હતી. આ સાથે ગુનેગારની તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય આપવા સૂત્રોચાર પણ કર્યા હતા.