મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા અંતર્ગત આજે સાતમા દિવસે મોરબી જિલ્લામાં SSC અને HSC (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. આજના દિવસે બંને વિભાગમાં થઈને કુલ 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.SSC પરીક્ષા (ઝોન-125) મોરબી ઝોન-125 માં આજે વોકેશનલ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 528 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 519 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. વિષયવાર ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે: • બ્યુટી & વેલનેસ: કુલ 182 માંથી 6 વિદ્યાર્થી ગેરહાજર • ઈલે. & હાર્ડ.: 54 માંથી 1 ગેરહાજર • અપરલ: 151 માંથી 1 ગેરહાજર • ITES: 37 માંથી 1 ગેરહાજર • રિટેઈલ, એગ્રી અને ઓટોમેટીવ વિષયમાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.HSC પરીક્ષા (ઝોન-51) ની વિગતઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSC) માં આજે વિવિધ વિષયોમાં કુલ 1159 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. • સંગીત: 885 માંથી 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. • ચિત્ર: તમામ 30 વિદ્યાર્થીઓ હાજર હતા. • કમ્પ્યુટર: કુલ 153 માંથી 2 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. • એપેરલ: તમામ 24 વિદ્યાર્થીઓ હાજર હતા. • બ્યુટી એન્ડ વેલનેસ: માત્ર એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ, મોરબીમાં બોર્ડની પરીક્ષાના સાતમા દિવસે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને ક્યાંય પણ ચોરીનો કેસ નોંધાયો નથી.#MorbiUpdate #MorbiNews #BoardExam2026 #SSC #HSC #Education #Morbi #GujaratBoard