મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ સાધના હાઈટ્સ નજીકથી થોડા દિવસ અગાઉ થયેલ સ્કોર્પિયો ચોરીની ફરિયાદના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ કરતા એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. એમ.વી.પટેલ સહિતનાઓ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લીલાપર રોડ પર સાધના હાઈટ્સ નજીકથી ચોરી થયેલ સ્કોર્પિયો ગાડીની ફરિયાદના આધારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સ્કોર્પિયો ગાડી ટ્રકમાં ભરી લઇ ગયેલ હોવાની શંકાના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ કરતા લીલાપર રોડ પરથી પસાર તથા ટ્રક તેને રોકી ટ્રક ચાલકનું નામ પૂછતા તે રતનલાલ ગોમારામ જાટ રહે-રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ જેથી તેની વધુ પુછપરછ કરતા તે પોતે ગાંધીધામ બામણબોર લોખંડના સળિયા ખાલી કરવા જતો હતો ત્યારે તેની સાથે ગામના આરોપી રાજુરામ અમેદરામ જાટ, આશુરમ મંગારામ ગુમનાંરામ જાટ રહે-રાજસ્થાન વાળા બોલેરો ચોરી કરવા મોરબી આવેલ પરંતુ બોલેરો ન મળતા તે લીલાપર રોડ પરથી સ્કોર્પિયો ચોરી કરી ગયેલ જેથી મોરબી એ ડીવીઝન પોલીસે રતનલાલ ગોમારામ જાટની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ એમ વી પટેલ, એએસઆઈ મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા અને નિર્મલસિંહ જાડેજા રોકાયેલ હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne