મોરબી : આજે તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. તેના નિમિત્તે મોરબીની 108 એમ્બ્યુલન્સ સેવા, 1962 સેવા અને આરોગ્ય સંજીવનીની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમયે 108ના સુપરવાઇઝર વિરાટ પંચાલ અને 1962ના સુપરવાઇઝર રમેશ સોયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, 181 મહિલા અભયમની ટીમ કાઉન્સિલર અલ્કા પરમાર, કોન્સ્ટેબલ વનીતબેન તથા પાઇલોટ દીપકભાઈ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ, 108, 181 સહિતની સેવાઓની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.