મોરબી : ભારતમાં અનેકતામાં એકતા જેવી વિશિષ્ટ સંસ્કૃતિ આદિકાળથી પ્રાંગરેલી છે. એક જ રાજ્યમાં અનેક સંસ્કૃતિ પેઢી દર પેઢી જળવાઈ રહી છે. ઋતુગત તહેવારો અને એને સંલગ્ન ઉજવણીઓ પુરા વરસ દરમ્યાન ચાલતી જ હોય છે. આવો જ એક પરંપરાગત તહેવાર એટલે 'ગણગોર'નો તહેવાર. ભારતના ઘણા રાજ્યોમાં આ પરંપરાગત તહેવારની ઉજવણી હોળીના બીજા દિવસ એટલેકે ધૂળેટીથી શરૂ થાય છે. ગૌરી-શંકરના લગ્નનો મહોત્સવ ઉજવતો આ પરંપરાગત તહેવાર ૧૮ દિવસ ચાલે છે. મોરબીમાં વસતા મહેશ્વરી વાણીયા સમાજ દ્વારા ચૈત્રી સુદ ૩ તારીખ ૮/૪/૨૦૧૯ને સોમવારે આ તહેવારની ઉજવણી સનાળારોડ, કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી હતી. મહેશ્વરી વાણીયા સમાજની ૧૧ દિકરીઓએ 'અન્ન બચાવો' મિશન હેઠળ વિશિષ્ટ રીતે ઉજવણી કરીને દરેક સમાજને અન્નનું મહત્વ સમજાવતો પ્રેરક સંદેશ પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં થાળીમાં ગ્રહણ કરેલો આહાર પૂરેપૂરો આરોગી લેનાર દીકરીઓને સરપ્રાઈઝ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. વાત સાવ નાની લાગે છે પણ સમગ્ર માનવજાતના કલ્યાણાર્થે ખૂબ મોટો સંદેશ આપી જાય છે. આજે વિશ્વમાં જ્યારે દર પાંચ સેકન્ડે ક્યાંકને ક્યાંક એક બાળક ભૂખમરાથી મૃત્યુ પામે છે. ત્યારે ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં ખોરાક બાબતે ઘણી અસમાનતા જોવા મળે છે. એક તરફ સામાજિક અને ધાર્મિક મેળાવડાઓમાં અન્નનો પુષ્કળ બગાડ થાય છે. નાની મોટી હોટેલ રેસ્ટોરન્ટમાં થાળીમાં પડતો મૂકેલો ખોરાક ગટરમાં ઠાલવી દેવામાં આવે છે ત્યારે બીજી તરફ લાખો બાળકોને એક ટંક ખાવાનું પણ નથી મળતું. આવી પરિસ્થિતિમાં મહેશ્વરી વાણીયા સમાજ દ્વારા એક પહેલ કરીને બાલ્યાવસ્થાથી જ સંસ્કાર સિંચન દ્વારા અન્નનો બગાડ રોકવાના સત્યું પ્રયાસને બિરદાવવો જ રહ્યો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news