મોરબી : મોરબી શહેર વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત સહાય મેળવતા તમામ લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ માસમા પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેતી હોય છે.આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મામલતદાર કચેરી મોરબી શહેર દ્વારા તારીખ 21/06/2024, રવિવારના રોજ એક ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ આ દિવસે સવારે 09:00 કલાક થી 2:00 કલાક દરમિયાન હયાતીની ખરાઈ કરાવવા માટે મામલતદાર કચેરી મોરબી શહેર, એન.સી.સી. કમ્પાઉન્ડ, જૂની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. હયાતીની ખરાઈ માટે આવનાર લાભાર્થીએ પોતાના આધારકાર્ડની નકલ અને મોબાઈલ ફોન સાથે લાવવાનો રહેશે. તેમજ લાભાર્થીએ પોતે રૂબરૂ આ સ્થળે હાજર રહેવું અનિવાર્ય છે.#Morbi #MorbiUpdate #GangaSwarupaSahay #VrudhSahay #MamlatdarMorbi #MorbiNews #GujaratGovernment #SahayYojana