મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ બિરાદરો આ આખા માસ દરમિયાન રોજા રહે છે. ત્યારે મોરબીમા કાલીકા પ્લોટ ખાતે શિવ સોસાયટીમા રહેતા સાજીદભાઈ ઉમરભાઈ મેમણની શહેજાદી સાજમીન (ઉ.વ.6) એ નાની ઉમરમા રમજાન શરિફમા પહેલુ રોજુ રાખી અલ્લાહની બંદગી કરેલ છે. હાલ કોરોના વાયરસની મહામારી દરમિયાન ઘરમા જ રહી રમઝાન માસમા રોઝા રાખવા મુસ્લિમ બિરાદરોને સંદેશ પાઠવ્યો હતો.