મોરબી : મુસ્લિમ સમાજનો હાલ પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમા મુસ્લિમ બિરાદરો આ આખા મહિનામાં પવિત્ર રોજા રહે છે. મોરબીના સમીર ન્યુઝ એજન્સી વાળા અબુભાઈની છ વર્ષની પૌત્રી જેનીશાએ રમઝાન માસની છઠી શરીફનું રોજુ રાખી અલ્લાહની ઈબાદત કરી હતી. તેમજ સમગ્ર દુનિયા અને ભારત દેશમાંથી કોરોના વાયરસને અલ્લાહ પાક નાબૂદ કરી દે તેવી દુઆ કરેલ છે.