મોરબી : મોરબીના નિર્મલ વિદ્યાલયમાં ગત તા. 20ના રોજ 'આદર્શ માતા કસોટી' વિશેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આગામી ડિસેમ્બરમાં 'મોરબીની માતા કસોટી'નું આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજન અંતર્ગત મોરબીની લગભગ તમામ ખાનગી શાળાઓમાં આ કસોટી વિશે કસોટીના મુખ્ય સૂત્રધાર અને જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. સતિષભાઈ પટેલે ઘણી બધી ખાનગી શાળાઓમાં અત્યાર સુધી રૂબરૂ મીટિંગ કરીને આ કસોટી અંગે માર્ગદર્શન આપ્યું છે. આ કસોટી અંતર્ગત ગત તા. 20ને શનિવારે મોરબીના નિર્મલ વિદ્યાલયમાં આ સેમિનારનું આયોજન K.G. થી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓના વાલીઓનું મિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ડો. સતિષભાઈ પટેલે 'શાળાના વિકાસમાં વાલીની સહભાગિતા' વિષય પર પ્રેરક ઉદબોધન આપ્યું હતું અને આદર્શ માતા કસોટી વિશે પણ માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કસોટીમાં શાળાના જેટલા વાલીઓ ભાગ લેશે, તેમને નિર્મલ વિદ્યાલય તરફથી 'બાળઉછેર બે હાથમાં' પુસ્તક આપવામાં આવશે, એવું જાહેર કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne