રાજકોટમાં પણ મોરબી જિલ્લાના બે લોકોને દાખલ કરી સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે લેવાયેલા તમામ પાંચ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે બુધવારે મોરબીમાં એક 25 વર્ષના યુવાનમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાયા છે. જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સિવિલમાં પણ એક ટંકારા અને એક વાંકાનેરના વ્યક્તિને દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. આ ત્રણ લોકોના ગુરુવારે સાંજ સુધીમાં રિપોર્ટ આવશે. જ્યારે મોરબીના એક માત્ર પોઝિટિવ દર્દી અશોકભાઈ સિઘ્ધપરા જે હાલ રાજકોટ સિવિલમાં સારવાર છે તેમની તબિયત પણ સારી છે. અને તેમનો ફરથી કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા છે. જો તેમના રિપીટ સેમ્પલમાં કોરોના નેગેટિવ આવશે તો તેમને હોસ્પિટલેથી રજા આપવામાં આવશે.