રસીકરણ દ્વારા અટકાવી શકાય તેવા રોગ સામે લડવા આરોગ્ય તંત્રની બેઠક યોજાઇ મોરબી : રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ઘનિષ્ઠ કામગીરી ચાલી રહી છે. આમ છતાં કામગીરીમાં ઉજાગર થયેલી ક્ષતિ નિવારવા, આયોજનમાં રહેલી ખામીઓ કે વિસંગતતા દૂર કરવા માટે 30 એપ્રિલના દિવસે જિલ્લા પંચાયતના સભાખંડમાં VPD સર્વેલન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ (VPD) બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતિરાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપમાં ડિપ્થેરિયા, પટ્રુસીસ, ટીટનેસ (ધનુર) જેવા રોગોને અટકાવવામાં સફળતાનો દર વધે એ માટે ચર્ચા કરી માર્ગદર્શન આપતા આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. આ વર્કશોપમાં ડૉ. કતિરા ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.વી.બાવરવા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. વી.એલ.કારોલીયા, તમામ આરોગ્ય શાખાના અધિકારીઓ, ટી.એચ.ઓ સહિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો હાજર રહ્યા હતા. આ તકે WHOના પ્રતિનિધિ ડૉ. અમોલ ભોંસલેએ ઉપસ્થિત રહી રસીકરણ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાણી ભવિષ્યની રણનીતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news