ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં વિવિધ શાળાની 7 ટીમોએ ભાગ લીધો મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા તથા ભારત કો જાનો પ્રશ્ન મંચ અને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબીની વિવિધ શાળાઓમાંથી કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો જેમાં હિન્દી વિભાગમાં નવયુગ વિધા સંકુલ પ્રથમ સ્થાને તથા આર્ય વિધાલય ટંકારા દ્વિતીય સ્થાને તથા સંસ્કૃત વિભાગમાં સરસ્વતી શીશુમંદિરની કૃતિ પ્રથમ સ્થાને વિજેતા બની હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો ભાવનાબેન જાની, દેવેનભાઈ વ્યાસ તથા અશ્વિનભાઈ બરાસરા એ સેવા આપી હતી. બંને વિભાગમાં પ્રથમ વિજેતા થનારી ટીમ સૌરાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં સોમનાથ ખાતે ભાગ લેશે. ભારત કો જાનો પ્રશ્ન મંચના પ્રથમ રાઉન્ડમાં 1500 વિધાર્થીઓ માંથી શાળા કક્ષાએ વિજેતા થયેલા વિધાર્થીઓ વચ્ચે પ્રશ્ન મંચ (ક્વીઝ) પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા માધ્યમિક વિભાગમાં તક્ષશિલા વિધાલયના પટેલ દિયા તથા દલસાણીયા કેવલ પ્રથમ સ્થાને જ્ઞાનદિપ વિધાલયના કાવર દિપ તથા જાદવ આદિત્ય દ્વિતીય સ્થાને તથા ક્રિશ્ના સ્કૂલ મોરબીના પનારા કુંજ તથા શેરસિયા ભૂમિ તૃતિય સ્થાને વિજેતા થયા હતા. જ્યારે પ્રાથમિક વિભાગમાં ન્યુ ઓમશાંતી વિધાલયના ખાંડના જ્હાનવી તથા કાથરાણી મેહુલ પ્રથમ સ્થાને નિલકંઠ વિધાલયના આદ્રોજા પ્રિન્સી તથા હડિયલ કરણ દ્વિતીય સ્થાને તથા તક્ષશિલા વિધાલયના સદાતિયા પ્રિતી તથા માકાસણા હેમાંગી અને નિલકંઠના ગોપાણી ખુશ તથા કલોલા હર્શિલ તૃતિય સ્થાને વિજેતા થયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ક્વીઝ માસ્ટર તરીકે સંસ્થાના સુમાત્રા ડો ઉત્સવભાઈ દવે તથા કિશન વાગડિયા એ તો સ્કોરર તરીકે યોગેશભાઈ જોશી એ ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી ના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. પનારા સાહેબ, ડો. મનુભાઈ કૈલા, હરદેવભાઈ ડાંગર, મનીષભાઈ કુંડારીયા, રમેશભાઈ છૈયા અશ્વિનભાઈ રાઠોડ, પરેશભાઈ મિયાત્રા, નિતીનભાઈ માંડવીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. બંને વિભાગ પ્રાથમિક તથા માધ્યમિકમાં વિજેતા આગામી નવેમ્બરમાં મોરબી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તમામ વિજેતાઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.