મોરબી : મોરબીના જૈન તપગચ્છ સંઘ દ્વારા વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં જાહેર પ્રવચનનું આયોજન તારીખ 21ને રવિવારે બપોરે 3:00 થી 5:00 દરમિયાન કરવામાં આવ્યું છે. મોરબીમાં જૈન તપગચ્છ સંઘ દ્વારા જાહેર પ્રવચનનું આયોજન પુરુષ જૈન ઉપાશ્રય, સંઘવી શેરી, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ જાહેર પ્રવચનમાં જૈન તથા અન્ય ધર્મપ્રેમી લોકોને સમયસર આવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રવચનના વિષયો 'સાચા સુખની શોધમાં' અને 'રૂપિયાનું બ્લડગ્રુપ ટેસ્ટ' છે. આ પ્રવચનનો લાભ લેવા માટે બેઠક વ્યવસ્થા પાંચ મીનીટ પહેલા લઇ લેવા જણાવાયું છે. આ ઉપરાંત મોટી ઉંમરના ભાઈઓ-બહેનો માટે જ ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પ્રવચનમાં આવનાર લોકોએ પોતાના વાહનો દરબારગઢ ચોક અને મચ્છુબારી ઢાળમાં પાર્ક કરવા જણાવાયું છે. દેરાસર, મેઈન રોડ, દેરાસર વાળી શેરી, સંઘવી શેરીમાં વાહન પાર્ક ન કરવા કહેવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne