રજીસ્ટ્રેશન માટે હવે જૂજ સીટો બાકી મોરબી : મોરબીના ગોકુલ ફાર્મ, ક્રિષ્ના સ્કૂલ સામે, તારીખ 9 જૂનને રવિવારે સવારે 8:30થી 1:30 વાગ્યા સુધી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તારીખ 7 જૂન છે. મોરબીમાં તારીખ 9ને રવિવારે વિશિષ્ટ આરોગ્ય શિબિરનું આયોજન કરબવામાં આવ્યું છે. જેમાં સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી સ્વાસ્થ્ય માટેની માહિતી, 11:00 કલાકે ગ્રીન જ્યુસ તથા બપોરે 1:30 વાગ્યે અમૃત ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.વી. ચૌહાણની ભોજન પ્રણાલી વિશે લોકોને જાણકારી આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે તારીખ 7 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે પટેલ આઈસક્રીમ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ(દિનેશભાઇ લોદરીયા-9913847174)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ શિબિરમાં માર્યાદિત સંખ્યા લેવાની હોવાથી આયોજકો દ્વારા વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. આ શિબિર વિશે વધુ માહિતી માટે દિનેશભાઇ લોદરીયા(9913847174), શૈલેષભાઇ જેઠલોજા(9825293640), મહેશભાઈ હળવદિયા(9426512498) અને હરેશભાઇ ભીમાણી(9978846146)નો સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne