બે વ્યક્તિઓને ઇજા, ટ્રકચાલક ફરાર મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ઇજા થઇ છે. તેમજ ટ્રકચાલક ફરાર થઇ ગયો છે. ગત તા. 12ના રોજ વાકાનેરથી મોરબી તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર શક્તિ ચેમ્બર-1ની સામે અજાણ્યા ટ્રકચાલકે ટ્રક ગફલતભરી રીતે ચલાવી શૈલેશભાઇ હસમુખભાઇ સારેસા તથા તેમના કાકાના દિકરા મનિષભાઇ મહેશભાઇ સારેસાના એકટીવા રજી.નં. GJ 36 D 6758 ને પાછળથી ટકકર મારી હતી. આથી, ફરીયાદી શૈલેષભાઇને જમણા હાથમાં ફેકચર તથા સાહેદ મનિષભાઇને જમણા હાથના કોણીના ભાગે, ખંભાના ભાગે ફેકચર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપી ટ્રક લઇ નાશી ગયો હતો. હાલમાં પોલીસે અજાણ્યા ટ્રકચાલકની શોધખોળ આદરી છે.