મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પોકેટકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી ચોરીનું મોટર સાઇકલ ડિટેક્ટ કરવામાં આવ્યું છે. ગઈકાલે તા. 5ના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા અને લાલપર ગામ સામે વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન એક મોટર સાઇકલ નંબર પ્લેટ વગરનુ નિકળતા પોલીસને શંકાસ્પદ જણાતા તુરંત જ રોકાવી માલિકી બાબતે પુછતાછ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ ગલ્લાતલ્લા કરવા લાગતા રજી. નંબર પરથી પોકેટ કોપની મદદથી સર્ચ કરતા રજી.નં. GJ-03-FN-8065 વાળુ મનસુખભાઇ લખમણભાઇ ભંગેરીયા (રહે. કુંતાશી ગામ, તા.માળીયા (મી.))નું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના નામઠામ પુછતા દિલીપભાઇ ઉર્ફે જીગો સવજીભાઇ સુરેલા (ઉ.વ. 19, ધંધો મજુરી, રહે. માણેકવાડા, મુળ રહે. ધુળકોટ ગામ, તા. હળવદ) હોવાનું જણાવા મળ્યું હતું. વધુમાં, પોલીસે આરોપીની આગવી ઢબે પુછપુરછ કરતા પોતે અગાઉ તા. 2 ઓગસ્ટના મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા ક્રિષ્ના નાસ્તા હાઉસની પાછળથી રાત્રીના નવ વાગ્યાના સુમારે મો.સા. ચોરી કરી હોવાની માહિતી આપી હતી. જેથી, હાલમાં પોલીસે ચોરાઉ મોટર સાયકલ (કિ.રૂ. 20,000) કબ્જે કરેલ છે. પોલીસે આરોપીનો કોરોના રીપોર્ટ કરાવી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate