મોરબી : મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે આજે ટ્રક હડફેટે બાઇક સવાર આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગમે રહેતા પ્રભુભાઈ ખીમજીભાઈ સુવારીયા ઉ.વ 50 નામના આધેડ આજે પોતાના મોટર સાયકલ પર મોરબી નજીક નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે આ બાઇકને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.