મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે માનસિક તકલીફના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી શહેરમાં રવાપર-ઘુનડા રોડ પર કલ્યાણ એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય અંબારામભાઈ નરશીભાઈ દેસાઈએ ગઈકાલે તા. 17ના રોજ પોતાના ઘરમાં બેડરૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અંબારામભાઇને માનસિક બીમારી હોય અને માથાનો સતત દુ:ખાવો રહેતો હોવાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.