પંકજભાઈ ચૌહાણ અને ભોલેનાથ જીવદયા ગૃપ દ્વારા જંગલ વિસ્તારમાં શ્રીફળમાં કીડિયારું ભરીને અનોખું સેવાકાર્ય કરાયુંમોરબી: જીવદયા અને પ્રકૃતિ પ્રેમને ઉજાગર કરતા એક અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની 3મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ (પ્રમુખ, લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ, મોરબી અને ટ્રસ્ટી, લાલાબાપા જન્મભૂમિ સેવા ટ્રસ્ટ, રીબ) તેમજ ભોલેનાથ જીવદયા ગૃપ, વાંકાનેર અને મિત્ર વર્તુળના સહયોગથી તાજેતરમાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું.જે અંતર્ગત જંગલ વિસ્તારમાં એક વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. શ્રીફળમાં હોલ કરીને તેમાં કીડિયારું ભરવામાં આવ્યું હતું અને આ શ્રીફળોને જંગલના અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. આ અનોખા પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ એ છે કે ચોમાસાની વર્ષાઋતુ દરમિયાન કીડી જેવા નાના જીવજંતુઓને કુદરતી રીતે ભોજન અને સુરક્ષિત આશ્રય બંને મળી રહે. આ કાર્યક્રમમાં સાથ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વ. સુરેશભાઈ ચૌહાણની સ્મૃતિમાં કરાયેલ આ સેવાકાર્ય તેમના પ્રેરણા, સ્નેહ, આદર્શો, મૂલ્યો અને તેમના દ્વારા આજીવન કરવામાં આવેલા સેવા કાર્યોને પરિવારમાં સદૈવ જીવંત રાખશે.#MorbiUpdate #Morbi #Wankaner #Jivdaya #SocialWork #KidiyaruMahotsav #SevaParmoDharma #NatureConservation