મોરબી : મોરબીના મેડિકલ લેબ ટેક્નિશિયન ઓફિસર શનિભાઈ છત્રોલાએ સમગ્ર કોરોનાના કાળમાં ઉમદા ફરજ નિભાવી હતી. ખાસ કરીને કોરોના કાળમાં તેઓએ ગામડે-ગામડે જઈને લોકોના વિનામૂલ્યે કોરોના રિપોર્ટ કરાવી આપ્યા હતા અને જે લોકોની આર્થિક સ્થિતિ સાધારણ હોય અને વાહનની સગવડ ન હોય તેવા લોકો પાસે ખુદ આ મેડિકલ લેબ ટેક્નિશિયન ઓફિસર શનિભાઈ છત્રોલાએ પહોંચીને તેમના સેમ્પલ લઈને કોરોનાના રિપોર્ટ આપ્યા હતા. કોરોના કાળમાં તેઓએ આ રીતે સામાન્ય લોકોના કોરોના રિપોર્ટ કઢાવી આપવા ઉમદા યોગદાન આપ્યું હતું. જે બદલ મોરબી તાલુકા વિકાસ અધિકારી પી. એ. ગોહિલ અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીના હસ્તે શિલ્ડ આપી મેડિકલ લેબ ટેક્નિશિયન ઓફિસર શનિભાઈ છત્રોલાનું સન્માન કરવામાં આવ્યું હતું.