બન્ને પક્ષના કાર્યકરોએ સાથે મળીને મતદારોનો આભાર માન્યો મોરબી : લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે ઘડાતી શાસન વ્યવસ્થા. વિશ્વની સહુથી મોટી લોકશાહીની આ શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ ટકી રહી છે. લોકશાહીમાં દરેક પક્ષને પોતાની અલગ વિચારધારા હોય છે. મતલબ વિચાર ભેદ હોય છે. પણ મન ભેદ ન હોય એ પણ એટલું જ જરૂરી હોય છે. જે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. મોરબીમાં લોકશાહીની તંદુરસ્તી દર્શાવતી એક તસ્વીર સામે આવી છે.મોરબીના સામાંકાંઠે આવેલા વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સયુંકત ગ્રુપ ફોટો પડાવી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ ભાઈચારાની ભાવના આપતો સંદેશ પણ પાઠવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news