ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ માતબર રકમની સહાય મંજુર કરાઈ મોરબી : મોરબીમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વર્ગો ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અંગે બિન અનામત વર્ગના વિધાર્થીઓ માટે રૂ.14 લાખની સહાય મંજુર કરવામાં આવતા વિધાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. મોરબીમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પાટીદાર ધામમાં સમાજના વિધાર્થીઓ માટે જી.પી.એસ.સી 1-2 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ વર્ગો ચાલી રહ્યા છે.જેમાં પાટીદાર સમાજના વિધાર્થીઓ તાલીમ મેળવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.ત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બિન અનામત વિધાર્થીઓને માતબર રકમની સહાય આપવાની મંજૂરી અપાઈ છે જેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તરફથી સર્પધત્મક પરીક્ષાની તાલીમ માટે બિન અનામત વિધાર્થીઓને રૂ.14 જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે.જે બદલ પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ અને વિધાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને શૈક્ષણિક તાલીમ માટે આ માતબર રકમની સહાય મંજુર કરવા બદલ ગુજરાત સરકાર બિન અનામત નિગમ અને બિન અનામત આયોગનો આભાર માન્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne