મોરબી : હાલના સમયમાં સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને લઈને કોરોનાને માત આપવા માટે અનેક લોકો આગળ આવ્યા છે. ત્યારે મોરબીના સુભાષનગરમાં રહેતા ગીરીશભાઈ વડાવીયા દ્વારા PM કેર્સ ફંડમાં રૂ. 50,000નું અનુદાન કરવામાં આવ્યું છે. તેમજ કોરોના સામેની જંગમાં અમૂલ્ય ફાળો આપવામાં આવ્યો છે.