મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા ગત તારીખ 7ને રવિવારે મચ્છોયા આહીર સમાજની વાડી, નવલખી રોડ ખાતે યોજાઈ હતી. જેમાં મંડળના ગત વર્ષના કાર્યોની સમીક્ષા તથા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા ગત રવિવારે પ્રમુખ અજયભાઇ ડાંગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં મોરબી જિલ્લાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવ વર્ષોથી સક્રિય રીતે કાર્યરત આ મંડળની સભા ગત વર્ષના કાર્યોની સમીક્ષા તથા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તથા આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે અજયભાઇ ડાંગરની પુનઃનિયુક્તિ કરવામાં આવી હતી. પ્રમુખ અજયભાઇ ડાંગર દ્વારા મંત્રી તરીકે મયુરભાઈ ગજિયા, ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ ડાંગર અને રમેશભાઈ હુંબલ, સહમંત્રી તરીકે વિનયભાઈ વાંક અને ગૌરાંગભાઈ ગોહેલ તથા સંગઠન મંત્રી તરીકે રણધીરભાઈ ડાંગરની નિમણુંક કરવામાં આવી હતી. આ સભાનું સંચાલન રમેશભાઈ છૈયા તથા આભારવિધિ રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne