મોરબી : આવતીકાલે બુધવારે રવાપર ગામે ઊમા હોલ ખાતે બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે. 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા આવતીકાલ તારીખ 19-10-22ને બુધવારના રોજ સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમ્યાન પીવડાવવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદા:- -રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. -યાદશક્તિમાં વધારો કરે છે. -તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. -આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. -જે થાય છે તે ફાયદો જ થાય છે. કેમ્પનું રવાપર ગામના દાતા હિરેનભાઈ પટેલ તેમજ ચંદ્રકાંતભાઈ કોઠીયા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. .