મોરબી : મોરબીના રેલવે સ્ટૅશન પાસેના ચાર ગોદામ નજીક કચરાના ગંજમાં આજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગ આ કચરાના ગંજમાં ફેલાઈ ગઈ હતી.ચાર ગોદામ પાસેના વંડામાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બીગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો લગાવીને અહિયાં કચરાના ગંજમાં લાગેલી લાગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી.