મોરબી : મોરબીના મહિલા સમાજ સેવી અલ્પાબેન કક્કડ કોઈ પણ પ્રસંગમાં વધેલું ભોજન ગરીબ લોકો સુધી પહોંચાડી તેની જઠરાગ્નિ ઠારવાનું સેવા કાર્ય કરી રહ્યા છે. અલ્પાબેન કક્કડ જણાવે છે કે મોરબીમાં કોઈ પણ પ્રસંગ નિમિત્તે વધેલું ભોજન અમને જાણ કરે તો અમે ત્યાં જઈને લઈ આવીએ છીએ. અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને ગરીબ લોકોને જમાડીએ છીએ. આ માટે મો.નં. 9023204446 અથવા 7433828555 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.