મોરબી : મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા શહીદ દિલીપસિંહજી વિરસંગભાઈ ડોડીયાની રાષ્ટ્રભક્તિ અને તેમણે આપેલા બલિદાનને વંદન કરી વિદ્યાર્થીઓએ એકત્રીત કરેલ રોકડ રકમ રૂ. 25,000 હેતલબેન ડોડીયાના બેન્ક ખાતામાં RTGS આજે તા. 13 ડિસેમ્બરના રોજ અર્પણ કરેલ છે. આ ઉમદા કાર્યનો હેતુ વીર જવાનના પરિવારને છાત્રો દ્વારા આર્થિક મદદ કરી હૂંફ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થનાર દિલીપસિંહજી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપુર ગામના વતની અને જમ્મુ કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં ફરજ બજાવતા હતા. તેઓએ માત્ર 29 વર્ષની વયે શહીદી વહોરી લીધી હતી. તેઓના પરિવારમાં પત્ની, પુત્રી, 3 મોટી બહેનો અને માતા છે.