મોરબી : તેરા તુજકો અર્પણ ઝુંબેશ હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ખોવાયેલ 41 મોબાઈલ શોધી કાઢી ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પરત અપાવ્યા છે. આ વેળાએ ડીવાયએસપીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે હમેશા બીલવાળા જ મોબાઈલ લેવાનો આગ્રહ રાખવો. જેથી મોબાઈલ ખોવાઈ જાય ત્યારે પોલીસ મદદ કરી શકે.