મોરબી : મોરબીના સરતાનપર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા ટ્રકચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ગત તા. 25ના રોજ મોરબીના સરતાનપર રોડ મિલેનીયમ સીરામીક સામે જીતેન્દ્રભાઇ વશરામભાઇ માકાસણાના ભાઈ કાર રજી નં. જી.જે.૧૩ સી.સી. ૬૯૯૭ લઇને નિકળતા હતા. આ દરમ્યાન કારખાના તરફથી આવતા ટ્રક નં. એમ.એચ. ૪૬ બી.એફ. ૬૧૬૫ ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કાર સાથે એક્સીડન્ટ કર્યો હતો. આથી, કારચાલકને છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયેલ હતું. અને અકસ્માત બાદ ટ્રકચાલક નાશી ગયો હતો. હાલમાં પોલીસે ફરાર ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.